ધરોઈ ડેમ મા ક્ષમતાની પરોક્ષમા 70 ટકાથી વધુ પાણી એકત્રિત થયુ...
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી ધરોઈ સિંચાઈ યોજનામાં દિવસેને દિવસે નવા નીરનો ઉમેરો થઈ રહ્યો છે. હાલમાં જળાશય કેચમેન્ટ એરિયામાં 2326 ક્યુસેક પાણી ઉમેરાઈ રહ્યું છે. ક્ષમતાની પરોક્ષમા ડેમમાં 70 ટકાથી વધુ પાણી એકત્રિત થયું છે. જળાશયમા પાણી સમાવવા પાત્ર મહત્તમ સપાટી 622 ફૂટ છે ત્યારે હાલમાં 616.41 ફૂટને પાર નીકળી રહી છે. મહત્તમ સપાટી કરતા જળાશયમા પાણીની સપાટી માત્ર 5.83 ફૂટ નીચે છે, હજુ વરસાદની આગાહીને પગલે ડેમમાં પાણીની સપાટી વધુ ઉચકાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.