મહેસાણા ટીબી રોડ પર ઢોર છોડાવવા 50 માણસોનું ધાડું આવતા માહોલ ગરમાયો....
મહેસાણા શહેરમાં ત્રણ મહિના બાદ રખડતાં ઢોર પકડવાનું શરૂ કરાયું છે. પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ વિસ્તારમાંથી 24 ગાય અને 8 આખલા મળી 32 ઢોર પકડી પાંજરાપોળ હવાલે કર્યા છે. દરમિયાન, રાત્રે નગરપાલિકાની ટીમ ટીબી રોડ ધરમ સિનેમા રોડ પર બેઠેલી ગાયોને પાંજરામાં લેવા મથી રહી હતી, તે સમયે આવી ચડેલા ઢોરમાલિકો સહિત 50 જેટલા માણસોના ટોળાએ ઢોર છોડાવી જવા હલ્લાબોલ કર્યો હતો. જોકે, પાલિકાની ટીમે પોલીસને જાણ કરતાં પીસીઆર વાન આવી પહોંચતાં લોકો વિખરાતાં ગાયોને પકડી લેવાઇ હતી.