વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમા ચાર મહિલા સહિત આઠ કર્મચારીઓની અટકાયત...
સુરતમાં ઊર્જા કૌભાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ તપાસનો દોર શરુ થયો હતો અને સાબરકાંઠા જિલ્લામાં રેલો પહોચ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ત્રણ ટીમો સોમવારે સવારે મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી ત્રણ જિલ્લામાં પહોંચી ગઈ હતી. PI, PSI અને મહિલા કર્મીઓ સાથે કાર્યવાહી શરુ કરી હતી સાબરકાંઠા જિલ્લામાંથી ચાર મહિલા સહિત આઠ કર્મચારીઓને પોલીસ ટીમ સોમવારે રાત્રે સુરત જવા રવાના થઇ હતી.