વલસાડમાં ખાનગી ક્લિનિક ચલાવતા બોગસ તબીબ વિરુદ્ધ કાર્યવાહી...
વલસાડમાં ખાનગી ક્લિનિક ચલાવતા બોગસ તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાં ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના ક્લિનિક ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું.જે આધારે આરોગ્ય વિભાગની ટીમે ચેક કરતા બોગસ ડોક્ટર કિશોર મજમુદાર ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ડોક્ટરની પ્રેક્ટિસ કરતા કિશોર મજમુદારને ગુજરાત સરકારનું પ્રેક્ટિસ કરવાનું જરૂરી પ્રમાણપત્ર માંગતા કિશોર મજમુદારે તેમના ઘરે તમામ સર્ટી હોવાનું જણાવી ઘરેથી સર્ટી લેવા જવા દેવા છૂટ માંગી હતી. ત્યારબાદ પરત આવ્યો ન હતો. જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.