કાડિયાવાડ હોનારતમાં પતિ અને બે પુત્રો ગુમાવનાર પત્નીએ પણ મોતને ગળે લગાવ્યું
જૂનાગઢ શહેરના કાડિયાવાડમાં સોમવારે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું મોત થયું હતું. પતિ અને બે પુત્રો ગુમાવનાર મહિલાએ પણ આત્મહત્યા કરી મોતને ગળે લગાડ્યું છે,મહિલાએ પતિ અને બે પુત્રોના વિરહમાં એસિડ પી લીધું હતું.આમ, બે જ દિવસમાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.કમિશ્નર સહિત જવાબદારો સામે ગુન્હો નોંધવા માંગ ઉઠી છે.