5 કરોડ રૂપિયાનો અધધધ દંડ
અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોતિયાની સર્જરીમાં ગંભીર બેદરકારી માટે રાજ્યના આરોગ્ય વિભાગે 5 કરોડ રૂપિયાનો અધધધ દંડ ફટકાર્યો છે. સાથે જ સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારાને 10 લાખ અને અંશત: દ્રષ્ટિ ગુમાવનારને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.