વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એકશનમા - "નહિ તો રૂ.5 કરોડનો દાવો કરશે"....
વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાઈના દારૂ પ્રકરણમાં બનાસકાંઠા એસપી, દિયોદર ડીવાયએસપી, પોલીસ કોન્સે. અને ભાભર ભાજપ પ્રમુખ સામે મોરચો માંડ્યો છે. વકીલ મારફત નોટિસ પાઠવીને ગેનીબેને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડ્યા હોવાની બાબત રજૂ કરીને 30 દિવસમાં મીડિયા સમક્ષ માફી માંગવા ઉપરાંત 30,000 વળતર પેટે ચૂકવી દેવા કહ્યું છે. અન્યથા પાંચ કરોડનો દાવો દાખલ કરવા કટિબદ્ધ હોવાનું નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.