બકરાં છોડ ખાઈ જવા જેવી નજીવી બાબતે તકરારમાં એક નું મોત...
ઇડરના ગંભીરપુરામાં પડોશીના બકરા ઘર પાસે વાવેલ ફૂલછોડ ખાઈ રહ્યા હોવાના મામલે બે મહિલાઓ વચ્ચે તકરાર થઇ હતી. જે તકરાર મા પડોશી ઢળી પડતાં મોત નીપજ્યું હતું. જેની જાણ થતા રોષે ભરાયેલ મૃતકના પુત્રએ છરા જેવું તિક્ષ્ણ હથિયાર લઈ દોડી આવ્યો હતો અને એક મહિલાનો કાંડામાંથી હાથ કાપી નાખ્યો હતો અને બીજી મહિલાને પણ માથામાં પીઠના ભાગે ઈજા થયાનું જાણવા મળી રહ્યું છે. નજીવી બાબતમાં ખૂની ખેલ ખેલાતા ચકચાર મચી જવા પામી હતી.