ગણદેવીની ખેતરોમાં રાત્રે સંરક્ષણ તાર કાપી ભેલાણથી ખેડૂતોમાં રોષ...
ગણદેવી કસ્બાવાડી પંથક નાં ખેડૂતો રખડતા ઢોરોના ત્રાસથી પરેશાન હતા. પણ હવે તો પશુપાલકોના ઢોર પણ તેમના ખેતરોમાં ભેલાણ કરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. વાડી ખેતરો ફરતે તાર ખુટા ની ફેન્સીંગ ના તાર કાપીને ઢોરોને ખેતરોમાં ખુલ્લા છોડી દેવાય છે. જેને પગલે પારાવાર નુકશાની વેઠવી પડે છે. 15થી વધુ ખેડૂતોએ ગણદેવી પોલીસમાં સમસ્યાથી છુટકારો અપાવવા લેખિત અરજી કરી હતી. જે બાદ ગણદેવીપોલીસે બે પશુપાલકોની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.