લાંચના કેસમાં સંડોવાયેલા વાપીના હેડ કોન્સ્ટેબલના જામીન નામંજૂર...
વલસાડ જિલ્લાના વાપી GIDC પોલીસ મથકના હેડ કોસ્ટબલ દ્વારા વાપી GIDC ચાર રસ્તાથી UPL બ્રિજ તરફ જતા સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલા ટ્રક ચાલક પાસે કેસ ન કરવાની બદલામાં રૂ. 2 હજારની લાંચ માંગી હતી. ત્યારે વલસાડ ACBની ટીમે લાંચનું છટકું ગોઠવીને હેડ કોસ્ટબલ અને એક હોમગાર્ડ જવાનને ઝડપી પાડ્યા હતા. જે કેસમા વાપી ACBની સ્પેશ્યલ કોર્ટેમાં પોલીસ કોન્ટેબલે જેલમાંથી મુક્ત થવા જામીન અરજી કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વપીની સ્પેશ્યલ કોર્ટના જજ એમ પી પુરોહિતે આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો છે.