યુનિ. સિન્ડીકેટમાં લેવાયેલા ડીન નીમવા સહિતના નિર્ણય રદ્દ કરવા માંગ...
સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠક મળી હતી.આ બેઠકમાં વાઈસ ચાન્સેલર દ્વારા ડીનની મુદ્દત પૂરી થતી હોવા છતાં પણ ડીનપદે કોઈની નિમણૂંક ન કરી તમામને યથાવત રાખતા વિવાદનો વધુ એક મધપૂડો છંછેડાયો છે. આ મામલે હવે ટીચર્સ, પ્રિન્સીપાલ એસોસિયેશનમાં પણ રોષ ભભૂક્યો છે અને તેમણે લેખિતમાં રજૂઆત કરી સિન્ડીકેટમાં કરેલી તમામ પ્રક્રિયાઓ તાત્કાલિક અસરથી રદ કરવા અને યુનિ.ના કાયદાનું પાલન કરીને તમામ પ્રક્રિયા પુન: કરવા માગ કરી છે.