ભાણેજે જ માસીના ઘરમાં ઘપ મારી..1.45 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો
કચ્છના ગાંધીધામમાં થોડા દિવસ અગાઉ દીનદહાડે 1.45 કરોડની લૂંટની ઘટના બની હતી. ગાંધીધામના 400 ક્વાર્ટર એસએફએક્સ 79માં રહેતા રેખાબેન કમલ વાસુદેવ મુલચંદાણીના ઘરે પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસી થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે,પૂર્વ કચ્છ પોલીસે લૂંટમાં સગા ભાણેજને પકડયો છે,ભાણેજે જ માસીના ઘરે લૂંટનો કાવતરું રચ્યું હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે.