આરોગ્ય વ્યવસ્થા જ બીમાર..કચ્છમાં કુપોષણથી 5 બાળકોના મોત
કેન્દ્ર સરકાર દ્વારા કુપોષણ બાબૂદ કરવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે લાખો કરોડોનો ખર્ચ પણ કરવામાં આવે છે,ત્યારે ગુજરાત આરોગ્ય વ્યવસ્થા સામે સવાલો સર્જતી ઘટના કચ્છના લુડબાય ગામમાં બની અહીં એક જ સપ્તાહમાં પાંચ બાળકોનું કુપોષણના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે,દરમિયાન ગામના સરપંચ દ્વારા ભોજાય સર્વોદય ટ્રસ્ટના સહકારથી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું.જેમાં મુંબઈથી આવેલા નિષ્ણાંત ડોકટરે 322 બાળકોના આરોગ્યની ચકાસણી કકરી હતી જેમાં જેમાંથી 39 બાળકો કુપોષિત જણાયા હતા.