મહેસાણા ફૂડ વિભાગે ચાર બેકરીમાંથી 11 સેમ્પલ લીધાં...
મહેસાણા શહેરના પીલાજીગંજ અને હૈદરીચોક વિસ્તારમાં નાનખટાઇ, ટોસ, ખારી, કેક બનાવતી ત્રણ બેકરીમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી 11 સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલી આપ્યાં હતાં. જ્યારે એક બેકરીમાં યોગ્ય સ્વચ્છતા ન હોઇ બંધ કરાવી દેવાઇ હતી. ચારેય બેકરીમાં 30 દિવસમાં સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો ન કરે તો લાયસન્સ રદ કરાશે તેમ ડેજીગ્નેટેડ ઓફિસર વિપુલભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.