જલાલપોરના ભીનાર ગામમા દીપડાએ કર્યો વાછરડા પર હુમલો...
જલાલપોર તાલુકાના ભીનાર ગામના પોમલિયુ ફળિયામા ગત રાત્રે દીપડાએ વાછરડા પર હુમલો કર્યો હતો. દીપડાનો અવાજ સાંભળતા મકાન માલિકે દરવાજો ખોલી જોવા જતા દીપડો ભાગી છૂટ્યો હતો. વાછરડાના ગળાના ભાગે દીપડાએ હુમલો કરતા ઈજા પહોંચી હતી, રહેણાંક વિસ્તારમાં દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે.