ઊંઝા યાર્ડમાં વેપારીઓની હડતાળના બીજા દિવસે રામધૂન...
ઊંઝા માર્કેટયાર્ડમાં આવેલા નવા ગંજબજારની 133 દુકાનોની માલિકીના પ્રશ્ને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા વેપારીઓએ ગુરુવારે બીજા દિવસે હરાજી સહિતની કામગીરીથી અળગા રહ્યા હતા અને એપીએમસી ઓફિસ સામે બેસી રામધૂન કરી વિરોધ ચાલુ રાખ્યો હતો. ત્યારે હવે જ્યાં સુધી સુખદ સમાધાન આવે ત્યાં સુધી હડતાળ ચાલુુ રાખવા વેપારીઓ મક્કમ બન્યા છે.