નવસારી જિલ્લામાં ટ્રાફિક વિભાગ દ્વારા સેફ્ટી ડ્રાઇવનું આયોજન...
નવસારી જિલ્લામાં ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા વાહન અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે હેતુથી 22જુલાઈથી 22ઓગસ્ટ દરમિયાન રોડ સેફ્ટી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 5 દિવસમાં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ 847 જેટલા કેસ જ્યારે 13 ચાલકને ઓવર સ્પીડ બદલ રૂ. 26000 દંડ પણ સ્થળ ઉપર વસૂલ કર્યો હોવાની માહિતી મળી છે.