મસ્જિદમાં ધોળા દિવસે દાન પેટી તોડી અંદરથી રોકડ રકમની ચોરી જતાં ચકચાર...
કડી શહેરની પાયગા શાળાની બાજુમાં આવેલ ગોશિયા મસ્જિદમા ધોળા દિવસે એક ઈસમ મોંઢા ઉપર રૂમાલ બાંધીને મસ્જિદમાં ઘૂસી દાન પેટી તોડી અંદરથી પૈસા કાઢી એક થેલીમાં ભરીને ફરાર થઈ ગયો હતો. શુક્રવારે બપોરે નમાજ પઢવા ગયેલ એક મુસ્લિમ બિરાદર દાન પેટીમાં પૈસા નાખવા જતા દાન પેટી તૂટેલી હોઈ તેણે મસ્જિદના ટ્રસ્ટીઓને જાણ કરી હતી. ત્યારે ટ્રસ્ટીઓએ સીસીટીવી ચેક કરતા એક શખ્સ દાન પેટી તોડી અંદરથી ચોરી કરી જતો નજરે પડે છે.