ચીખલી તાલુકામા ઠેર ઠેર પાણી ફરી વળતા 14 માર્ગ બંધ...
ચીખલી તાલુકામાં વધુ 3 ઇંચ વરસાદ વચ્ચે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. તાલુકામાં ઠેર ઠેર પાણી ફરી વળતા 14 જેટલા માર્ગ બંધ રહ્યા હતા. ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં ગુરુવારના રોજ ધોધમાર વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી કાવેરી, અંબિકા અને ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતી સર્જાઈ હતી. સાથે સ્થાનિક કોતરો,લો-લેવલ, કોઝ-વે , પુલ પૂરના પાણીમાં ગરકાવ થતા તાલુકાના 14 જેટલા માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ થયો હતો.