4 વર્ષથી તૂટેલું નાળું રિપેર ન થતાં ખેડૂતોને 2 કિમીનો ફેરો...
કઠલાલ તાલુકાના કઠાણા ગામના સીમ વિસ્તારમાં લુણી નદી પરનું ગરનાળુ હતું. જે ચાર વર્ષ અગાઉ નદીમાં પૂર આવ્યું ત્યારે આ ગરનાળુ ધસમસતા પાણીમાં તુટી ગયુ હતુ, પરંતુ ત્યારબાદ આજદિન સુધી આળસી તંત્રને ગરનાળુ બનાવવાનો સમય મળ્યો જ નથી. પરિણામે ખેડૂતોને અન્ય ગામમાં ફરી ફરીને તેમના ખેતરમાં જવું પડી રહ્યું છે. જેના કારણે સમય, સાથે ડિઝલનો વ્યય પણ વધ્યો છે. ત્યારે હવે આ ગરનાળું વહેલી ટકે રિપેર થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.