નડિયાદ શહેરમા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત...
નડિયાદ શહેરના કિરાણા કોમ્પલેક્ષ પાસે આવેલ ભોઇવાસમાં રહેતો સમીર અરવિંદભાઈ ભોઇ નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થતા નડિયાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર નડિયાદ ટાઉન પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે એ.ડી નોંધી કાર્યવાહી હાથ ધરી છે.