૧૦,૦૦૦ અફઘાનીઓની સેના સામે ફક્ત ૨૧ શીખ! સારાગઢી યુદ્ધનો ભવ્ય ઇતિહાસ આપણા પાઠ્યપુસ્તકોમાં કેમ નથી સમાવાયો એ બહુ અગત્યનો મુદ્દો છે! માયકાંગલા અંગ્રેજો, ઘુષણખોર મુઘલો ક્યારે ભારત આવ્યા અને ક્યારે ગયા એનાથી આપણને શું મતલબ? ‘સા વિદ્યા યા વિમુક્તયે’નો ખરો અર્થ સાકાર થાય એ માટે પ્રાથમિક શાળાનાં અભ્યાસક્રમોમાં શૌર્યગાથા અને ભારતની વીરતાનું ચિત્રણ થવું જરૂરી છે. ‘કેસરી’નાં ઢોલનગારા વાગવાનાં શરૂ થયા એ વખતે થોડોક સમય હોવાથી મોહિત રૈના અભિનીત ૬૫ એપિસોડની યુટ્યુબ સીરિઝ ‘૨૧ સરફરોશ’ જોઇ. સારાગઢીનાં યુદ્ધ પર આખેઆખી વેબસીરિઝ બનાવવામાં આવી છે. ફિલ્મ પાસેથી ખાસ્સી એવી અપેક્ષાઓ રાખી હતી! એમાંય અક્ષયકુમાર હોય એટલે સ્વાભાવિક રીતે ઉત્સાહ વધી જાય. પણ…!! ૧૨ સપ્ટેમ્બર, ૧૮૯૭માં સારાગઢી કિલ્લા પર ૨૧ શીખ સૈનિકો ૧૦,૦૦૦ જેટલા અફઘાનીનો સામી છાતીએ સામનો કરે છે. વાર્તા આટલી જ છે, પરંતુ એને સ્ક્રીન સુધી પહોંચાડવા માટે સર્જનાત્મક છૂટછાટ તો લેવી પડે ને! એટલે ‘કેસરી’ને અઢી કલાક જેટલી ખેંચવામાં આવી. પાત્રોનું પાત્રાલેખન આપવામાં અને થોડીઘણી આડીઅવળી વાતોમાં ઇન્ટરવલ પહેલાની એક કલાક વેડફાઈ ગઈ. હવલદાર ઇશર સિંઘ (અક્ષયકુમાર)ને સા