ઘરેણાં ખરીદવાના બહાને પેટલાદની જ્વેલર્સની દુકાનમાં એક મહિલા આવી હતી. જ્યાં તેણે સોનીની નજર ચૂકવી રૂપિયા 15 હજારની કિંમતની સોનાની વીંટીની ચોરી કરી હતી. જ્યાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને મોપેડના નંબરના આધારે તપાસ હાથ ધરતા ચોરી કરનારી મહિલા ખંભાતના અલિંગ ચાર રસ્તા પર રહેતી વૈશાલી મહેશ વાળંદ ને પોલીસે ઝડપી પાડી ચોરી કરેલ સોનાની વીંટી , ટુ વ્હીલર સહિત 35 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ મહિલા ગ્રાહકના સ્વાંગમાં વસ્તુઓ ખરીદવાના બહાને દુકાનમાં જઈ ચોરી કરવાની ટેવ ધરાવે છે. અગાઉ તે વડોદરામાં પણ જ્વેલર્સની દુકાનમાં ચોરીના કરવાના ઈરાદે પ્રવેશી હતી જ્યાં આબાદ પકડાઈ હતી.