આણંદના ખંભાતથી ફાયર સેફટીની એન.ઓ.સી આપવા માટે લાંચ માંગનાર ફાયર ઓફિસર નાઝીમ ઝાફર આગા દ્વારા ફરીયાદી પાસે રૂ.૪૫,૦૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જેમાં ફાયર ઓફિસરે ફાયર સેફટી સાધનો માટે લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી આ વાતની જાણ એ.સી.બી.ને કરતાં એ. સી. બી એ ટ્રેપ કરી ફાયર ઓફિસર ને નક્કી થયેલ રકમ મુજબ રૂ. 40,000 /- સ્વીકારતા રંગેહાથ ઝડપી વધુ કાર્યવહી હાથ ધરી હતી.