સાળંગપુરના વિવાદમાં સંતોનું મહાસંમેલન
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા સાળંગપુરના વિવાદમાં સનાતની ધર્મના સાધુ-સંતો આકરા પાણીએ છે,હનુમાન દાદાના અપમાન મામલે હવે સનાતની ધર્મના સાધુ-સંતોએ મહાસંમેલન બોલાવ્યું છે,સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં દેશભરના સાધુ-સંતો ભેગા થશે અને વિવાદમાં આગળની રણનીતિ નક્કી કરશે.