સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરી ડામવા PGVCL એક્શનમાં..
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ વ્યાપક બની રહ્યું છે,જેથી પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે,જોકે વીજચોરીના આ દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે.વિવિધ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવ કરી વીજચોરો સામે કાર્યવાહી કરાઈ રહી છે, જૂનાગઢ અને વિસાવદર સહીત ગ્રામ્ય તાલુકાના ગામડાઓમાં PGVCLએ દરોડા પડયા છે.