ઓખા-દહેરાદુન એકસપ્રેસ ટ્રેનને મળ્યું વાંકાનેરમાં સ્ટોપેજ
ઓખા-દહેરાદુન એકસપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ મળતા મોરબી અને વાંકાનેરના હજારો મુસાફરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે,ગતરોજ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ઓખા-દહેરાદુન એકસપ્રેસ ટ્રેન વાંકાનેર રોકાયા યાદ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું