રાઘવનો રાજા જેવો ઠાઠ,'ફોર્ચ્યુનર'થી પણ મોંઘો છે આ આખલો
ગુજરાતના અમરેલીના સાવરકુંડલામાં અમૃતવેલ ગામે ખોડીયાર માતાજીના મંદિરમાં ગાયોની ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં રાઘવ નામનો એક આખલો છે, જેની કિંમત લગભગ 45 લાખ રૂપિયાથી વધુ છે.તેનો વૈભવી ઠાઠ કોઈ રાજા કરતા પણ ઓછો ઉતરતો નથી.ગૌશાળામાં તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.રાઘવ નંદીની કિંમત 'ફોર્ચ્યુનર' કાર કરતા પણ વધુ છે.